ગુજરાતના જાણીતા ગઝલકાર ચીનુ મોદી ''ઈર્શાદ''નું 78 વર્ષની વયે નિધન થયું. તેમને હાર્ટ એટેક આવ્યા બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં તેમને હોસ્પિટલથી તેમના નિવાસ્થાને લઈ જવાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.ચીનુ મોદીની વિદાયથી ગુજરાતે એક ઉત્તમ ગઝલકાર અને નાટ્યકાર ગુમાવ્યા.