શ્રીલંકાના હંબનટોટા બંદરે તૈનાત ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-છ ઈન્ડોનેશિયાના બાલીમાં તૈનાત થયું છે. ભારતે શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કરવાની તૈયારી કરી છે ત્યારે જ ચીનનું જાસૂસી જહાજ તૈનાત થતાં ચીનની સરકારનો બદઈરાદો છતો થયો છે. ભારતની મિસાઈલ બાબતે મહત્ત્વની માહિતી ચોરી લેવાની બદદાનતથી આ જહાજ શ્રીલંકામાંથી બાલી મોકલાયું હોવાનો દાવો થઈ રહ્યો છે. જહાજોની ગતિવિધિઓ પર નજર રાખતી ઓનલાઈન સર્વિસ મરીન ટ્રાફિકે આ જાસૂસી જહાજનું પગેરું દબાવ્યું છે.