ચીન સાથેના સરહદી વિવાદને કારણે તંગ સંબંધોથી કેન્દ્રની મોદી સરકારે ચાઈનીઝ માલ સામે ઝુંબેશ કરી જ છે ત્યારે હવે ચાઈનીઝ રમકડા પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હોય તેમ દિલ્હી, મુંબઈ, કોલકતા સહિત દેશભરમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમાં હલ્કી ગુણવતાના ચાઈનીઝ રમકડાનો પર્દાફાશ થયો હતો.
બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાંડર્ડ (બીઆઈએસ)ના વડા પ્રમોદકુમાર તિવારીએ કહ્યું કે દિલ્હી, મુંબઈ, કોલકતા, બેંગ્લોર સહિત દેશના મોટા એરપોર્ટ તથા મોટા મોલમાં રહેલા રમકડાના આઉટલેટસ પર દેશવ્યાપી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવતા દિવસોમાં આ પ્રકારના દરોડા ચાલુ રાખવામાં આવશે.