ચીનના પ્રમુખ શી જિનપિંગે ગયા સપ્તાહે અરૂણાચલ પ્રદેશ નજીક વ્યૂહાત્મકરૂપે મહત્વપૂર્ણ તિબેટના શહેર ન્યિંગચીનો પ્રવાસ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે. શી જિનપિંગે પ્રમુખ બન્યા પછી ગયા બુધવારે તેમનો સૌપ્રથમ તિબેટ પ્રવાસ કર્યો હતો. જિનપિંગનો આ પ્રવાસ ભારત માટે જોખમી છે તેમ અમેરિકાના પ્રભાવશાળી રિપબ્લિકન સાંસદ ડેવિન નુનેસે કહ્યું હતું. વધુમાં નિષ્ણાતોએ બ્રહ્મપુત્રા નદી પર ચીન દ્વારા બંધાઈ રહેલા વિશ્વના સૌથી મોટા બંધથી ભારત, બાંગ્લાદેશમાં વિપરિત અસરો થવાને ચેતવણી આપી છે.