ભારતમાં ટૂકમાં જ મોબાઈલ દુકાનો પર ‘’ટાઈના ફોન’’, ‘’હેક્વીન’’ અને ‘’માલાટા’’ બ્રાન્ડના નામ સંભળાશે. કારણ -ચીનની મોબાઈલ કંપનીઓ ભારતમાં પગપેસારા માટે રાહ જોઈ રહી છે. ચીનમાં બજાર ઠંડુ છે એટલે આ કંપનીઓ ભારતમાં પ્રવેશવા આતુર છે. હાલ ભારતના સ્માર્ટફોન બજારમાં ચીન છવાયેલું છે જ. Xiaomi, Lenovo, oppo અને Vivo જેવી ચીની કંપનીના ફોનનું વેચાણ 80 % છે.