લદ્દાખમાં પ્રવર્તી રહેલા તણાવને ઓછો કરવાની કોશિશો વચ્ચે ચીનના સરકારી મીડિયાએ ફરી એક વખત ભારતને ધમકી આપી છે કે સંગઠનો દ્રારા નક્કી કરવામાં આવેલી નીતિનું પાલન કરે અને અમેરિકાથી દૂર રહે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ચેતવણી આપી છે કે જો ભારત ચીનનો વિરોધ કરવા માટે અમેરિકાની સાથે ગયું તો ચીન પોતાના હિતની રક્ષા કરવા માટે પીછેહઠ કરશે નહીં પછી ભલે તે રાજકીય હોય કે આર્થિક હોય.
ગ્લોબલ ટાઈમ્સે ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ચુનયિંગના હવાલાથી લખ્યું છે કે ચીન અને ભારત બન્નેએ સહમતિ સધાઈ ગયા બાદ સીમા પર પ્રવર્તી રહેલા તણાવને ઓછો કરવા માટે પગલાં ઉઠાવ્યા છે. ચીની અખબારે કહ્યું કે અમુક નિષ્ણાતોએ સત્તાવાર નિવેદનની પ્રશંસા કરી છે જે એ વાતના સ્પષ્ટ્ર સંકેત આપે છે કે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલો ગતિરોધ ઓછો થઈ રહ્યો છે.
ચીની સમાચારપત્રએ પોતાના તંત્રીલેખમાં લખ્યું છે કે ઘણે ખરે અંશે સીમા પર તણાવ ઓછો કરવાથી બન્ને દેશો વચ્ચે ભવિષ્યમાં આર્થિક અને વ્યાપારિક આદાન–પ્રદાન કરવાની તક મળશે જે બન્ને દેશોના પક્ષના હિતમાં છે. જો તણાવ યથાવત રહ્યો અથવા સૌથી ખરાબ સ્થિતિમાં સંઘર્ષમાં બદલાયો તો ભારત–ચીન સંબંધોમાં આગળ વધવા જેવું કશું રહેશે નહીં. જો રાજનીતિની અર્થવ્યવસ્થા અને વેપાર પર અસર જોઈએ તો દ્રિપક્ષીય વ્યાપાર પ્રભાવિત થશે કેમ કે ભારતમાં ચીન વિરોધી ભાવનાઓ ઝડપથી વધી રહી છે.
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે અત્યાર સુધી એવું લાગે છે કે બધુ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે જે સીમા પર તણાવ ઓછો થવાનો સંકેત આપી રહ્યું છે. તેનો મતલબ એ છે કે ભવિષ્યમાં દ્રિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સહયોગ વધશે જે ભારતીય અર્થવ્યવસ્થાને રાહત આપશે. તે પણ ત્યારે યારે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાંથી જ ખખડી ગઈ છે.
જો મોદી સરકાર ચીનને પોતાના મીત્ર તરીકે પસદં કરે છે તો ચીન–ભારત આર્થિક સંબધં નિિત રીતે વધશે પરંતુ જો ભારત ચીનને નબળું પાડવા માટે અમેરિકા સાથે ગયું તો ચીન પોતાના હિતની રક્ષા માટે પીછેહઠ નહીં કરે. ભારત માટે ચીનની દોસ્તી ગુમાવવાની કિંમત બહુ વધુ હશે અને આ નુકસાન સહન કરવું તેના માટે મુશ્કેલ બની જશે.