Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રેલવેએ ચીનને વધુ એક આર્થિક ફટકો માર્યો હતો. સેની હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનો માટે ચીનની એક કંપનીને અપાયેલો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. હવે ભારતીય રેલવે નવી પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી અન્વયે નવાં ટેન્ડર બહાર પાડશે.

આ ઓર્ડેર મુજબ ચીનની કંપનીએ 44 સેમી હાઇસ્પીડ ટ્રેનો વંદે ભારત યોજના માટે આપવાની હતી. આ ઓર્ડર કરોડો રૂપિયાનો થવા જતો હતો. આ યોજના હેઠળ હવે ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા એટલે કે  સ્થાનિક કંપનીઓને પ્રાયોરિટી આપશે. 

નવા ટેન્ડરની પ્રક્રિયા આવતા સપ્તાહે શરૂ થશે. સત્તાવાર જાહેરાત મુજબ ભારતીય રેલવેએ ચુમાલીસ સેમી હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનો માટે ચીનની કંપનીએ ભરેલાં ટેન્ડર્સને રદ કર્યા હતા. હવે નવી પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી હેઠળ નવેસર ટેન્ડર્સ બહાર પડાશે.

જે વિદેશી કંપનીઓ હાલ ચીનની બહાર નીકળવા ઉત્સુક હોય તેમને આ ટેન્ડર જરૂર આકર્ષશે. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવતી વિદેશી કંપનીએાને આ યોજનામાં અચૂક રસ પડશે. એક અહેવાલ મુજબ ઓછામાં ઓછી બે ડઝન વિદેશી કંપનીઓએ આ પ્રોજેક્ટમાં રસ દેખાડ્યો હતો. આવી કંપનીઓમાં સેમસંગ અને એપલ જેવી માતબર કંપનીઓનાં નામ છે.

આ કંપનીઓ ભારતમાં 150 કરોડ ડૉલર્સ (આશરે 11000 કરોડ રૂપિયા ) રોકવા ઉત્સુક હોવાનું કહેવાય છે. આવી કોઇ વિદેશી કંપની સેમી હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનો માટેનું ટેન્ડર ભરીને ઓર્ડેર મેળવે એવી શક્યતા હતી. ભારતમાંથી ચીનનું મૂડી રોકાણ ઓછું કરવાના પગલા રૂપે આ નિર્ણય લેવાયો હોવાની જાણકારી મળી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ