ચીનના સૌથી અમીર લોકોમાં સામેલ જેક મા માટે શંકા વ્યક્ત કરવામાં આવે છે કે તેઓ પાછલા બે મહિનાથી ગાયબ થઈ ગયા છે. આ અગાઉ તેમણે ચીનના વડા શી જિનપિંગ અને ચીનની સરકારી એજન્સીઓની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે ચીનના વ્યાજખોર ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ અને સરકારી બેન્કોની કડક શબ્દોમાં ટીકા કરી હતી. અહેવાલો અનુસાર એન્ટના આઈપીઓ માટે ચાઈનીઝ સત્તાવાળાઓ સાથે ઘર્ષણ બાદ જેક મા પાછલા બે મહિનાથી કોઈ જાહેર પ્રોગ્રામમાં દેખાયા નથી. જાણકારો અનુસાર, ચીનના વડા સાથે ઘર્ષણમાં ઊતરીને અદૃશ્ય થનારા જેક મા પ્રથમ અબજોપતિ નથી. આ અગાઉ પણ નિર્દય ચીની રાષ્ટ્રપતિએ સરકારની ટીકા કરનારાઓને મોતને ઘાટ ઉતાર્યા છે અથવા તો જેલ હવાલે કરી દીધા છે. નોંધનીય છે કે નવેમ્બર ૨૦૨૦માં જિનપિંગના આદેશ પર જેકના એંટ ગ્રૂપના ૩૭ અબજ ડોલરના આઈપીઓને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.