નાદારી નોંધાવી ચૂકેલી અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. હવે આરઆઇએલને ધિરાણ આપનાર ચાઇના ડેવલપમેન્ટ બેન્ક, ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોર્મિશયલ બેન્ક ઓફ ચાઇના અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઇના સહિતના ચીની ધિરાણદારોએ અનિલ અંબાણી પાસે ૨.૧ અબજ ડોલરના લેણાની માગ કરી છે. ચીની સરકારની માલિકીની ચાઇના ડેવલપમેન્ટ બેન્કે અનિલ અંબાણીની કંપનીને ૧.૪ અબજ ડોલર એટલે કે રૂપિયા ૯,૮૬૦ કરોડનું ધિરાણ કર્યું હતું. આરઆઇએલ દ્વારા સ્ટોક એક્સ્ચેન્જમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર એક્ઝિમ બેન્ક ઓફ ચાઇનાએ આરઆઇએલને રૂપિયા ૩,૩૬૦ કરોડ અને ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોર્મિશયલ બેન્ક ઓફ ચાઇનાએ રૂપિયા ૧,૫૫૪ કરોડનું ધિરાણ કર્યું હતું.