ડોકલામના બે વર્ષ બાદ ફરી એક વાર ચીનની સેનાએ ભારતીય સરહદમાં દાખલ થવાનું દુસ્સાહસ કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો લદાખમાં ભારતીય સીમામાં ૬ કિલોમીટર અંદર જોવા મળ્યા હતા અને તેમણે ભારતીય સરહદમાં ચીનનો ઝંડો લહેરાવ્યો હતો. એક ટીવી ચેનલે એક તસવીરના હવાલે દાવો કર્યો હતો કે ૬ જુલાઈએ ચીનના સૈનિકો ભારતીય વિસ્તારના ડેમચૌક, કોયૂલ અને ડુંગટી વિસ્તારમાં દાખલ થયા છે. આ સરહદ પર ચીનના સૈનિકોએ ઘૂસણખોરી એ સમયે કરી છે જ્યારે લદાખના કેટલાક લોકો બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા હતા. એ સમયે ચીનના સૈનિકો આવ્યા હતા અને લોકોને જન્મદિવસ મનાવતા રોકી દીધા હતા.