પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ જૈશે-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની યુએન સુરક્ષા પરિષદમાં નવેસરથી પ્રસ્તાવ દાખલ કરવાની યોજના અંગે ચીને કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક વખત ચીને યુએન સુરક્ષા કાઉન્સિલમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વિરોધ કર્યો છે. જોકે ચીને ભારત અને પાકિસ્તાનને શાંતિ રાખવાની અપીલ કરી છે. ચીનના વિદેશ પ્રધાન વાંગે આ સંદર્ભમાં ભારત અને પાકિસ્તાન બંનેના વિદેશ પ્રધાનો સાથે વાત કરી હતી. ચીને ભારત અને પાકિસ્તાન બંનેને પોતાના મિત્રો ગણાવી જણાવ્યું છે કે બંને દેશોએ મંત્રણા દ્વારા પરસ્પરના મતભેદો દૂર કરવા જોઇએ.