ફેબ્રુઆરીમાં ચીનની નિકાસ છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી રહી છે જ્યારે આયાતમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો છે, જે ચીનના અર્થતંત્રમાં મંદી આવવાના સંકેત આપી રહ્યા છે. અર્થતંત્રમાં વૃદ્ધિ લાવવા ચીને તાજેતરમાં અનેક પગલાં હાથ ધર્યા છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્રના નબળા ચિત્રએ વૈશ્વિક મંદીના એંધાણ પૂરા પાડયા છે. જણાવી દઈએ કે, યુરોપની કેન્દ્રીય બેન્કે પણ પોતાના ક્ષેત્રમાં આર્થિક વિકાસ દર ઘટવાના સંકેત આપ્યા છે.
નોંધનીય છે કે, ચીનના આંકડા બાદ તેના શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે ચીનનો આર્થિક વિકાસ દર 28 વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક રોકાણકારો અને ચીનના મુખ્ય વેપાર ભાગીદારો ચીન હવે કેવી નીતિ અપનાવે છે તેના પર નજર રાખી રહ્યા છે તેવું એક વિશ્લેષકે જણાવ્યું હતું.