ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારતની પ્રસ્તાવિત મુલાકાત પહેલા ચીને કાશ્મીર પર પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન બન્નેએ એકબીજાની સાથે વાતચીતથી નિરાકરણ લાવવું જોઇએ. અગાઉ ચીને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ ઉકેલ લાવવાની વાત કરી હતી. જણાવી દઈએ કે જિનપિંગની ભારત યાત્રા વિશે બુધવારે સત્તાવાર જાહેરાત થઇ શકે છે.