રશિયાના મોસ્કો ખાતે શુક્રવારે સાંજે ચીનના સંરક્ષણ મંત્રી જનરલ વેઇ ફેંગહે સાથેની અઢી કલાક લાંબી મંત્રણામાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સરહદ પર મોટી સંખ્યામાં દળો ખડકવા અને આક્રમક વલણ સાથે એલએસીની યથાસ્થિતિ બદલવા સહિતની ચીની સેનાની ગતિવિધિઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન છે અને તાજેતરના સમયગાળામાં વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સમજૂતીની વિરુદ્ધ છે.
ભારતના સંરક્ષણ મંત્રાલયે શનિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીની સમકક્ષને સ્પષ્ટ જણાવ્યું હતું કે, બોર્ડર મેનેજમેન્ટના મામલામાં ભારતીય સેનાએ હંમેશા જવાબદાર વર્તન કર્યું છે પરંતુ સાથે સાથે ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતા અંગેની ભારતીય સેનાની પ્રતિબદ્ધતા પર શંકા કરવી જોઇએ નહીં.