ચીનમાં કોરોના વાયરસે ફરી એક વખત ઉપાડો લીધો છે. લાંબા સયમ સુધી તાંડવ મચાવ્યા બાદ ચીનમાં કોરોના વાયરસના નવા કેસ એકદમ બંધ થઈ ગયા હતા. પરંતુ હવે ત્યાં ફરીથી કોરોનાના કેસ નોંધાવવાના શરૂ થઈ ગયા છે. ચીની સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે બુધવારના રોજ 63 નવા કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિના મોત થયા છે. નવા કેસમાં 61 બહારથી આવેલા લોકો છે. એવામાં હવે એ વાતનો ખતરો વધી ગયો છે કે ચીનમાં ક્યાંક આ વાયરસ ફરીથી ન ફેલાવા લાગે. નોંધનીય છે કે, આ કેસ એવા સમયે પ્રકાશમાં આવ્યા છે જ્યારે વુહાનમાં લગભગ એક મહિના કરતા વધારેના સમયગાળા બાદ કરફ્યૂ હટાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અહીં બીજા તબક્કામાં કુલ કેસ 1000નો આંક વટાવી ચૂક્યા છે.