ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર એક વર્ષથી તનાવની સ્થિતિ છે.તાજેતરમાં જ ચીને લદ્દાખમાં મોટી સંખ્યામાં સૈનિકની તૈનાતી વધારી હોવાના અહેવાલો પણ આવ્યા છે.
જેને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, ચીન+ પાકિસ્તાન+ મી.56 એટલે ભારતની ભૂમી પર વધી રહેલો ચીનનો કબ્જો.
રાહુલ ગાંધીએ આડકતરી રીતે છપ્પનની છાતી વાળા પીએમ મોદીના અગાઉના નિવેદન પર કટાક્ષ કર્યો છે અને આરોપ મુકયો છે કે, ભારતની જમીન પર ચીન કબ્જો કરી રહ્યુ છે.આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મી.56 ચીનથી ડરે છે.તેના પહેલા પણ રાહુલ ગાંધીએ ચીનની સેના દ્વારા થઈ રહેલા રાત્રી યુધ્ધાભ્યાસ પર કહ્યુ હતુ કે, બોર્ડર પર નવા પ્રકારના યુધ્ધની શક્યતાઓનો આપણે સામનો કરી રહ્યા છે.તેને નજર અંદાજ કરવાથી કામ નહીં ચાલે.