ભારતે ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે તે સંપૂર્ણ રીતે ચીન પર છે કે તે દ્વિપક્ષીય સંબંધોને કઈ દિશામાં લઈ જવા માંગે છે. ચીને તેના પર ધ્યાનપૂર્વક વિચારવું જોઇએ. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિશ્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચે લશ્કરી ટકરાવથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે ચીને LAC પર તાત્કાલિક નવા બાંધકામો બાંધવાનું બંધ કરે.
એક ઇન્ટરવ્યુમાં વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ચીન આ મામલે તેની જવાબદારીઓ સમજી લેશે અને એલએસી પર તણાવ દૂર કરશે અને ત્યાંથી પીછેહઠ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે કહ્યું કે ચીને સીમાને ભારતની સરહદમાં પાર કરવા અને ભારતીય ભૂમિ પર નિર્માણના ગેરકાયદેસર કૃત્યને તાત્કાલિક બંધ કરવું જોઈએ.