ચીન લદ્દાખ યુનિયન ટેરિટરીને માન્યતા આપતું નથી તેવા ચીનના વિવાદાસ્પદ નિવેદનનો જડબાતોડ જવાબ આપતાં ભારતના વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે ચીનને ભારતની આંતરિક બાબતોમાં ટિપ્પણી કરવાનો અધિકાર નથી. વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, યુનિયન ટેરિટરી ઓફ લદ્દાખ, જમ્મુ એન્ડ કાશ્મીર ભારતના આંતરિક ભાગ હતા અને રહેશે. ચીનને ભારતની આંતરિક બાબતો અંગે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે ઉમેર્યું હતું કે, અરુણાચલપ્રદેશ પણ ભારતનો આંતરિક ભાગ છે. આ વાસ્તવિકતાને પણ અનેક પ્રસંગોએ ચીનના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડવામાં આવી છે.