ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેહમાં આપવામાં આવેલા ભાષણની પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી સ્થિત ચીન એમ્બેસીએ કહ્યું હતું કે, અમને વિસ્તારવાદી કહેવા આધારહીન છે. અમે 14માંથી 12 પાડોશી દેશો સાથેના સરહદી વિવાદને ઉકેલ્યા છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે, ચીને વાર્તાલાપના માધ્યમથી 14માંથી 12 પાડોશી દેશોનો વિવાદ ઉકેલ્યો છે. ચીનને વિસ્તારવાદીના રૂપે જોવું તે આધારવિહીન છે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક રીતે શુક્રવારે સવારે લેહ ખાતે પહોંચ્યા હતા. તેમણે અહીં જવાનોને સંબોધન કર્યું હતું અને ચીન પર નામ લીધા વગર નિશાન તાકતા આકરા પ્રહાર પણ કર્યા હતા.
ભારતીય સેનાના જવાનોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઇ ગયો છે, હવે વિકાસવાદનો સમય આવી ગયો છે. ઝડપથી બદલાઈ રહેલા સમયમાં વિકાસવાદ પ્રાસંગિક છે.