ચીને લદ્દાખમાં પેંગોંગ ત્સો લેકના દક્ષિણ હિસ્સામાં આવેલા સ્પેન્ગગુર ગેપ ખાતે તહેનાત ભારતીય સેનાની રાઇફલ રેન્જમાં આવે તે રીતે હજારો સૈનિકો, ટેન્ક અને હોવિત્ઝર તોપ મોકલી આપતાં એલએસી પર તણાવ વધી ગયો છે. ભારતીય સેનાને હાઇએલર્ટના આદેશ અપાયાં છે. ચુશુલ નજીક પેંગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પરની રિજલાઇનમાં આવેલી વ્યૂહાત્મક ઊંચાઇ પર ભારતીય સૈનિકોએ કબજો જમાવ્યા પછી ગુરુંગ હિલ અને માગર હિલ વચ્ચે આવેલા સ્પેન્ગગુર ગેપમાં ચીની સેના દ્વારા ઉશ્કેરણીજનક લશ્કરી ડિપ્લોયમેન્ટ કરાયું છે. ચીની સેના દ્વારા થઇ રહેલી સેનાની ગતિવિધિઓને પગલે ભારતીય સેનાએ પણ સ્પેનગગુર ગેપમાં મિરર ડિપ્લોયમેન્ટનો પ્રારંભ કર્યો છે. બંને દેશની સેનાઓ એકબીજાની શૂટિંગ રેન્જમાં આવી ગઇ છે.