ચીન એકબાજુ લદ્દાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત સાથે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાનો દાવો કરી રહ્યું છે, બીજીબાજુ તેની પીપલ્સ લિબરેશન આર્મી સરહદે યુદ્ધની તૈયારીઓ કરતું હોય તેમ સૈન્ય શક્તિ વધારી રહ્યું છે.
લદ્દાખ સરહદેથી સૈનિકો ઘટાડવા માટેની વાટાઘાટો વચ્ચે ચીને પેંગોંગ ત્સો લેક ખાતેથી સૈનિકો પાછા હટાવવાનો ઈનકાર કરી દેવાની સાથે ચીન સરહદ પર તેની સૈન્ય શક્તિ વધારી રહ્યું હોવાની પોલ ખૂલી છે. સેટેલાઈટની કેટલીક તાજા તસવીરોમાં જોવા મળે છે કે ચીને લદ્દાખથી માત્ર 600 કિ.મી. દૂર કાશગર એરપોર્ટ પર પરમાણુ મિસાઈલોથી સજ્જ વિમાનો ગોઠવી દીધા છે.
ઓપન ઈન્ટેલિજન્સ સોર્સ ડેટ્રેસ્ફાની સેટેલાઈટ તસવીરોમાં જોવા મળ્યું છે કે કાશગાર એરબેઝ પર રણનીતિક બોમ્બર અને અન્ય એસેટ્સ પણ ગોઠવાઈ છે. લદ્દાખથી અહીંનું અંતર જોઈને આશંકા વ્યક્ત થઈ રહી છે કે ભારત સાથે તંગદિલીપૂર્ણ વાતાવરણના પગલે આ બોમ્બરો અહીં ગોઠવવામાં આવ્યા છે.
સેટેલાઈટ તસવીરોમાં જોવા મળે છે કે આ બેઝ પર 6 શિયાન એચ-6 બોમ્બર છે, જેમાંથી બે તો મિસાઈલોથી સજ્જ થઈ તૈયાર રખાયેલા છે. આ ઉપરાંત 12 શિયાન જેએચ-17 ફાઈટર બોમ્બર છે, જેમાં પણ બે વિમાન પેલોડ છે. વધુમાં ચાર શેનયાન્ગ જે-11/16 ફાઈટર પ્લેન પણ છે, જેમની રેન્જ 3,530 કિ.મી. છે.
દરમિયાન લદ્દાખ સરહદેથી ભારત અને ચીનના સૈનિકો પાછા ખેંચવા મુદ્દે બંને દેશના સૈન્ય અિધકારીઓ વચ્ચે રવિવારે પાંચમા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠકની વિગતો જાહેર નથી થઈ, પરંતુ ભારતે મજબૂતીથી ચીનને તેના વર્તમાન સ્થળોએથી પાછા હટવા ભારપૂર્વક દબાણ કર્યું છે.