હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરી રોકવા માટે અમેરિકામાં ક્વાડ જૂથના પ્રમુખો, વડાપ્રધાનોની પહેલી વ્યક્તિગત બેઠક યોજાયાના બીજા જ દિવસે ચીને તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. પૂર્વીય લદ્દાખમાં એલએસી પરથી પોત-પોતાના સૈનિકો પાછા લેવા મુદ્દે ભારત-ચીન વચ્ચે સમજૂતી થવા છતાં ચીને પોતાના સૈનિકો પાછા ખેંચવાના બદલે ઉલટાનું એલએસી પર ૫૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને ભારતીય જવાનોની પ્રવૃત્તિઓ પર નજર રાખવા મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.