ચીન ચર્ચા અને વિચારણા કરવા મુદ્દે આડોડાઈ કરી રહ્યો છે. બીજી તરફ પીઠ પાછળથી કાંકરીચાળો કરવાની તેની વૃત્તિમાં કોઈ ફેર પડયો નથી. તાજેતરમાં જ કેટલાક વીડિયો મીડિયામાં સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીને એલએસી ઉપર ભારતીય ચોકીઓ સામે આધુનિક તોપ તહેનાત કરી છે. મીડિયા અહેવાલો પ્રમાણે ચીન દ્વારા રેઝાંગ લા, રેચીન લા અને મુખોપરી ખાતે ૩૦થી ૩૫ જેટલી લાઇટવેઇટ અને આધુનિક ટેન્ક ગોઠવવામાં આવી છે. બીજી બાજુ સરહદે ચીનને આક્રમક જવાબ આપવા માટે ભારતે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ભારતે પહેલી વખત ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ ટેન્કો તહેનાત કરી દીધી છે. આ પહેલો અવસર છે જ્યારે ચીનને આકરો જવાબ આપવા માટે ભારતે આટલી ઊંચાઈએ ટેન્કો તહેનાત કરી છે. પૂર્વ લદાખના રેઝાંગ લા, રેચિન લા અને મુખોપરીના પહાડો ઉપર આ ટેન્કો તહેનાત છે.