ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીની જોઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુક્લિયર વૉર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો છે. તિબેટને સ્પર્શીને રહેલાં લડાખમાં LAC ઉપર ભારત અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને લીધે ચીનની આ 'મોક ડ્રીલ' ઘણી મહત્ત્વની ગણવામાં આવે છે. આ યુદ્ધાભ્યાસમાં કમાન્ડોઝ, સશસ્ત્ર દળો અને કેમિકલ વૉર ફેરની તાલિમ લીધેલા સૈનિકો સામેલ હતા. આ સૈનિકો ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) નો એક વિશિષ્ટ વિભાગ રચે છે. આ યુદ્ધાભ્યાસ તિબેટ ક્ષેત્રમાં વેસ્ટર્ન થીએટર કમાન્ડના હાથ નીચે કરવામાં આવી રહ્યો છે.