ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ગુરુવારે એવું જણાવ્યું કે ચીન અને પાકિસ્તાન ભેગા મળીને ભારતની સામે મોરચો માંડી શકે છે અને તેને માટે ભારતે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા પીઓકેમાં ચીન અને પાકિસ્તાન આર્થિક અને લશ્કરી સહયોગ કરી રહ્યા છે તે મુદ્દે પણ ભારતે ઉચ્ચ સ્તરે ધ્યાન આપવાની જરૂર છે. ભારત-અમેરિકા વચ્ચેના ત્રીજા રણનીતિ ભાગીદારી મંચમાં બોલતા રાવતે કહ્યું કે પાકિસ્તાને ભારતની સામે પ્રોક્સી વોર શરૂ કર્યું છે પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરીની ઉપરાંત ભારતના બીજા હિસ્સામાં પણ આતંકવાદ ફેલાવાની કોશિશ કરી રહ્યો છે.