ચીન અને પાકિસ્તાન દ્વારા તાજેતરમાં જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખનો જોરદાર વિરોધ કરતાં ભારતે બંને દેશને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)ને સંબંધિત તમામ પ્રવૃત્તિ અટકાવવા જણાવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, અમે તાજેતરમાં ચીની વિદેશમંત્રીની પાકિસ્તાન મુલાકાત દરમિયાન ચીન અને પાક્સ્તિાન દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખને વખોડી કાઢીએ છીએ. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો પ્રદેશ છે. ૧૯૪૭થી પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે. અમે વારંવાર ચીન અને પાકિસ્તાનના ઇકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટો અંગે બંને દેશ સમક્ષ વિરોધ નોંધાવી ચૂક્યા છીએ. બંને દેશોએ આ પ્રકારની કામગીરીથી દૂર રહેવું જોઈએ. રવીશ કુમારે જણાવ્યું હતું કે, ચીન અને પાકિસ્તાન દ્વારા પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં યથાસ્થિતિમાં બદલાવની કોઈપણ કાર્યવાહીનો ભારત વિરોધ કરતો રહ્યો છે. જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક હિસ્સો છે.