જે બાળકોના માતા પિતાના મોત કોરોનાને કારણે થયા હોય તેમના માટે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે. આ સહાય પીએમકેર ફંડ મારફતે કરવામાં આવશે કે જેની રચના કોરોના મહામારી સામે પહોંચી વળવા માટે કરવામાં આવી છે. પીએમ મોદીની આગેવાનીમાં ગઠીત હાઇ લેવલની રિવ્યૂ મિટિગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોના મહામારીને કારણે પરિવારમાં કમાનારા વ્યક્તિનું મોત થયું હોય તેવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પરિવારજનોને પેન્શન આપશે. મૃત્યુ પામેલ કમાનારા વ્યક્તિના સરેરાશ દૈનિક પગારના 90 ટકા જેટલી રકમ પેન્શનરૂપે મળશે, તેવી જાહેરાત વડાપ્રધાન કાર્યાલયે કરી હતી.