રાજસ્થાનના કોલાયત વિસ્તારમાં ત્રણથી ચાર બાળકોને જાહેરમાં નગ્ન કરીને માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગયા અઠવાડિયાની છે. ખેતરમાં કામ કરવાની ના પાડનારા બાળકોને તડકામાં ઉભા રાખીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો અને તેનો વીડિયો પણ બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.