દિલ્હીમાં હાથ ધરવામાં આવેલા સેરો સર્વે મુજબ કોરોનાને કારણે ૫થી ૧૭ વર્ષના સગીરો સૌથી વધુ પ્રભાવિત થયાં છે. દિલ્હીમાં ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ વચ્ચે સેરો સર્વે કરાયો હતો. શહેરમાં બીજી વખત કરવામાં આવેલા સેરો સર્વેમાં દિલ્હીની ૨૯.૧ ટકા વસતીએ કોરોના અને SARA CoV-૨ સામે લડવા માટે એન્ટિબોડીઝ વિકસાવી લીધી હતી. સર્વેમાં ૪ જુદાં જુદાં વય ગ્રૂપનાં ૧૫,૦૦૦ લોકોને આવરી લેવાયા હતા. જેમાં ૨૫ ટકા લોકો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હતા જ્યારે ૫૦ ટકા લોકો ૧૮થી ૫૦ વર્ષના અને બાકીના ૫૦ વર્ષથી મોટી ઉંમરના હતા.