આસામમાં બાળ લગ્નોની સામે સરકાર દ્વારા મોટા પાયે ધરપકડો શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલાની સંખ્યા વધીને ૨૫૦૦ સુધી પહોંચી ગઇ છે. બીજી તરફ આ ધરપકડના વિરોધમાં લોકો ધરણા પ્રદર્શન કરવા લાગ્યા છે. મહિલાઓ મોટી સંખ્યામાં ધરણા કરવા લાગી છે.
આસામમાં પહેલી તારીખથી બાળ લગ્ન કરનારા પુરુષો કે કરાવનારા ધર્મગુરુઓ કે મૌલવીઓની સામે પોલીસ દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આવા ૨૫૦૦ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. અને આ ધરપકડની કાર્યવાહી ૨૦૨૬માં વિધાનસભાની ચૂંટણી યોજાય ત્યાં સુધી શરૂ રાખવામાં આવશે. બીજી તરફ લોકોમાં આ કાર્યવાહીને લઇને ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.