આજે ગુજરાતની તમામ પાલિકાના ચીફ ઓફિસર (Chief Officer) માસ સીએલ (Mass CL) પર ઉતરી ગયા છે. દાહોદ નગરપાલિકાના પ્રમુખના પતિએ ચીફ ઓફિસર પર હુમલો કર્યાનો આરોપ છે. ત્યારે આ તમામ ચીફ ઓફિસર દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર થયેલા હુમલાનો વિરોધ દર્શાવશે. નગરપલિકાના ચીફ ઓફિસર માસ સીએલ પર જતા કામકાજ અટકી જશે. તમામ નગરપાલિકાના વહીવટી અઘિકારીઓ અને કર્મચારીઓ પણ રજા પર ઉતરી ગયા છે.
બીજી તરફ દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ બી ડિવિઝન પોલીસે વહેલી સવારે જ તેની ધરપકડ કરી છે. બે દિવસ અગાઉ પ્રમુખના પતિએ ચીફ ઓફિસરને માર માર્યો હોવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે.