કોરોના મહાસંકટનો સામનો કરવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનના પગલે ઘરોમાં પૂરાઈ રહેલાં પરિવારોની મુશ્કેલી અને અર્થતંત્રને થનાર અંદાજિત રૂ. 9 લાખ કરોડના ગંજાવર નુકસાન છતાં કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોનાથી માનવજિંદગીના થનાર નુકસાનના ભય સામે લાલબત્તી ધરીને લોકડાઉન વધારવાની તરફેણ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશ, હરિયાણા તેમાં મુખ્ય છે. આ બધા રાજ્યોનું માનવું છે કે અર્થવ્યવસ્થા ફરી બેઠી કરી દેવાશે પણ લોકોનું જીવન જરૂરી છે.