ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona report) આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitin Patel) પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુ.એન.મહેતા હાર્ટ હૉસ્પિટલ (U N Mehta Heart hospital) ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. નીતિન પટેલના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીને 100 ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા. રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડૉક્ટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.