મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર ઉદય માહુરકરને દેશના માહિતી કમિશનર તરીકે નિયુક્તિ બદલ ગુજરાત ગૌરવથી સન્માનિત કર્યાં છે. આ સન્માન સમારોહ ગુજરાત મિડિયા ક્લબ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ‘આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભૂમિકા માટે પત્રકારની નિમણૂક કરીને નવી રીત ઉભી કરી છે.
એક સ્વસ્થ લોકતંત્ર માટે આ એક નોંધપાત્ર પગલું છે. શ્રી રુપાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી લોકોના અવાજને બુલંદ કરવાની જવાબદારી નિભાવનારા વ્યકિતત્વને આ જવાબદારી સોંપાવી જોઇએ શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે ઉદયભાઇ એક વિચારધારાને સમર્પિત રહ્યા છે
અને એ વિચારદ્યારા માટે લડવાની હિંમત પણ પાસે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે પોતાની આ નવી ભૂમિકામાં ઉદયભાઇ સામાન્ય લોકોના હિતોની રક્ષા માટે એ જ સમર્પણ દર્શાવશે અને લોકશાહીની મશાલને વધારે પ્રકાશથી પ્રજવલિત રાખશે.