Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારસી કોમના ઈરાનશાહ ઉદવાડા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે પોતાના ધર્મની રક્ષા માટે 1300 વર્ષ પૂર્વે વતન છોડી ભારત આવેલા પારસીઓ સમરસતા અને બંધુત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે વતન છોડવા મજબૂર બનેલા લોકો જ વતનથી દુર થવાની પીડા સમજી શકે. મુખ્યમંત્રીએ ધર્મ રક્ષા માટે વતન છોડવા મજબૂર અને વરસો સુધી શરણાર્થી તરીકેની તકલીફો ભોગવનાર પરત્વે સંવેદનશીલતા સાથે તેમને નાગરિકતા આપવાના નાગરિકતા બિલનો વોટબેંકની રાજનીતિથી દોરવાઇને વિરોધ કરનાર લોકો પોતે ગુમરાહ છે અને બીજાને ગુમરાહ કરવા પ્રયાસ કરી રહયા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નાગરિકતા બિલ કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનું બિલ નથી.

ઈરાન શાહ ઉત્સવ પારસી કોમની સાંસ્કૃતિક વિરાસતની સાથે સાથે સંપ, સદભાવ અને બંધુતાના ઉચ્ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અને દર બે વર્ષે ઉજવાતા આ ઉત્સવમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહીને પારસી કોમની ખૂમારી, પ્રતિભા, તેમના સામાજીક પ્રદાન અને સાંસ્કૃતિક વારસાને બિરદાવ્યો હતો.

1300 વર્ષ પૂર્વે પોતાના ધર્મની રક્ષા કાજે જીવને જોખમમાં મૂકી વતન ઇરાનથી પોતાના પવિત્ર અગ્નિ સાથે લઇ નીકળેલા પારસીઓના આ અગ્નિની સ્થાપના ઉદવાડા ખાતે કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પવિત્ર અગ્નિ પાવક સ્થળે વંદના કરવાનો અવસર મળ્યાબદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

પોતાના સત્વ અને તત્વને સૈકાઓથી જાળવી રાખનાર પારસી કોમની ખુમારીને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પારસી કોમ માંગનારી નહીં આપવામાં માનનારી કોમ છે.  શાંતિ અને સદભાવના પૂર્વક જીવન જીવવાની સાથે સાથે દરિયાદિલીથી સમાજના ઉત્થાન માટે અનેક ચેરીટી કામો કર્યા છે.

તેમણે જણાવ્યુ કે, સારો વિચાર, સારા કર્મો અને સારા શબ્દો પારસી સમાજની ઓળખ છે. મુખ્યકમંત્રીશ્રીએ કહ્યું કે, માઇક્રો માઇનોરીટી હોવા છતાં પારસી સમાજના અનેક લોકોએ દેશ અને ગુજરાતના વિકાસમાં અન્ય ફાળો આપ્યો છે.

તેમણે રતનટાટા, સાયરસ પૂનાવાલા, જનરલ માણેકશા, મેડમ કામા, નાની પાલખીવાલા સહિત અનેક લોકોના પ્રદાનને બિરદાવીને ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઇને આજ દિન સુધીના વિકાસમાં પારસીઓના ફાળાને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર અને ભારત સરકાર સદા સર્વદા પારસીકોમના સુખ દુઃખની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી અને સાથે મળી પ્રજા કલ્યાણના કામો કરવાની ભાવના પણ વ્યકત કરી હતી.

રાષ્ટ્રીય લઘુમતી કમિશન (ઝોરાષ્ટ્રીપયન-પારસી)ના સભ્ય વડા દસ્તુર ખુરશેદ દસ્તુઓરે જણાવ્યું હતું કે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે ભારત દેશ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, કરોડોની વસતીમાં લઘુમતી તરીકે અમે સચવાયા છીએ એટલું જ નહીં, સુરક્ષા અને પ્રેમ પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે પારસી સમુદાયના વિકાસમાં, પ્રશ્નોના નિરકરણમાં મુખ્યમંત્રીશ્રીના તથા રાજ્ય સરકારના સહયોગની સરાહના કરી હતી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ ત્રિ-દિવસીય ઉત્સવમાં હેરિટેજ વોક, ફોટો ગેલરી, સ્ટ્રીટ આર્ટ, ટ્રઝર હંટ ર્સ્પધા, એન્ટિક ઘડીયાળ જેવી વસ્તુઓનું નિદર્શન-વેચાણ, પારસી સમાજની સ્વાદિષ્ટ વાનગી અને કલા સંસ્કૃતિનું પ્રદર્શન મેળો વગેરે યોજાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ