બાંધકામ કરતા શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતી ગુજરાત સરકારની શ્રમિક અન્નપુર્ણા યોજનાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારની યોજના અંતર્ગત રાજ્યના પાંચ મુખ્ય શહેર ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદના અખબારનગર કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. ખાસ કરીને અહીં શ્રમિક લોકોને માત્ર 10 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળી રહેશે.