ગાંધીધામમાં નાફેડના ગોડાઉનમાંથી ભેળસેળ યુક્ત મગફળીનો જથ્થો મળી આવ્યો હોવાના મામલે ફરી રાજકારણ ગરમાયું છે. જનતા રેઇડમાં કોંગ્રેસના કિશાન સંઘના પ્રમુખ પાલ આંબલિયા પણ હાજર હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે મગફળી કાંડ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા આચર્યુ હતું. દરમિયાન શનિવારે સવારે વિરોધપક્ષાના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે મગફળી કાંડના તાર સીએમ ઓફિસ સુધી લંબાયેલા છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો આના તાર સીએમ ઑફિસ સુધી લંબાય. ધાનાણીએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં મોટા મગરમચ્છોને બચાવી અને નાના માછલા મારવામાં આવ્યા છે.
ધાનાણીના આક્ષેપ બાદ સીએણ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે મગફળીની ખરીદી થઈ ગયા બાદ તેને સાચવવાની જવાબદારી નાફેડની છે. છતાં મગફળીનો જે જથ્થો મળી આવ્યો છે તે અંગે સૂચના આપવામાં આવી છે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. નાફેડની ફરિયાદના આધારે રાજ્ય સરકાર પગલાં ભરશે.