રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓનાં અભ્યાસ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સીએમ પટેલે નિર્ણય લીધો છે કે, તેઓ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે પણ નાણાં મળશે તેને સચિવાલયમાં કામ કરતા વર્ગ ચારનાં કર્મીચારીઓની દીકરીઓનાં અભ્યાસ પાછળ વાપરશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને તોષખાનાની ભેટ-સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે.