પશ્ચિમ બંગાળમાં ગઈકાલે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ હવે રાજ્યપાલ જગદીપ ધનખડ મમતા બેનરજીની સરકાર સામે લાલચોળ છે.
રાજ્યપાલે આજે એક પત્રકાર પરિષદમાં મમતા બેનરજી સરકારની ભારે ઝાટકણી કાઢી હતી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની આડકતરી ચીમકી પણ આપી દીધી હતી.રાજ્યપાલે કહ્યુ હતુ કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા બેહાલ છે અને લોકશાહી અધિકારોને ખતમ કરવામાં આવી રહ્યા છે.રાજ્યપાલે કહેલા મહત્વના મુદ્દા નીચે પ્રમાણે છે.
રાજ્યની સ્થિતિ બદતર થઈ ગઈ છે.ખાલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.સરકારી તંત્રનુ રાજકીયકરણ થઈ ગયુ છે.વિપક્ષ માટે કોઈ જગ્યા નથી રહી.મુખ્યમંત્રી બીજા નેતાઓ માટે બહારના લોકો જેવો શબ્દ વાપરે છે.શું બીજા રાજ્યના ભારતના નાગરિકો બહારના છે..મુખ્યમંત્રી આગ સાથે રમી રહ્યા છે.તેઓ સંવિધાનનુ પાલન કરે. ભારત એક છે અને બીજા લોકો પણ તેના નાગરિક છે.જો મમતા બેનરજી રસ્તો ભુલે છે તો મારી જવાબદારીની શરુઆત થાય છે.