ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું છે. રતન ટાટાએ બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને થોડા દિવસ પહેલા ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવશે.સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પી છે.