Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022થી 2027 સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી હતી.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત 9 જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે.

આ નવી અને ઉભરતી IT ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથો સાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે. એમ તેમણે આ નવી આઇ.ટી પોલિસીની વિશદ ભૂમિકા આપતાં ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યુંકે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

‘‘ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી 2022-27 લોન્ચ કરી છે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવી પોલિસી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 8 સપનાંઓ પૈકીનું એક સપનું ‘‘બેરોજગારીસે મુકત રોજગારીસે યુકત’’માં મહત્વનું યોગદાન આપનારી બનશે.

મુખ્યમંત્રીએ આ ગુજરાત IT અને ITeS પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યુ કે, હાઇસ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે.

એટલું જ નહિ, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીનલર્નીંગ, ક્વોન્ટમકોમ્પ્યુટીંગ, બ્લોકચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે. 

મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, ગુજરાત IT ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટસમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે.

IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ 3 હજાર કરોડથી વધારીને 25 હજાર કરોડ સુધી લઇ જવા અને ITઅને ITeS ક્ષેત્રમાં નવી 1 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

તેમણે કહ્યુંકે, વર્લ્ડકલાસ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડેટાસેન્ટર્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજીમાં ઇનોવેશન સેન્ટર્સની ઉપલબ્ધતામાં પણ ગુજરાત અગ્રેસર રહીને નેતૃત્વ કરે તેવી નેમ આ નવી પોલિસીની છે.

મુખ્યમંત્રીએ આ નવી પોલિસીની વિશેષતાઓ પ્રસ્તુત કરી હતી. તદ્દઅનુસાર આ નીતિ CAPEX OPEX મોડલનો એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરે છે જે સમગ્ર દેશમાં પ્રથમ છે:

A) સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. 50 કરોડની મર્યાદામાં 25 ટકાનો CAPEX સપોર્ટ અપાશે. મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂ. 200 કરોડ સુધીની રહેશે.

B) દર વર્ષે રૂ. 20 કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષે રૂ.40 કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે 15%નો OPEX સપોર્ટ- રાજ્યમાંIT રોજગારને વેગ આપવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ કર્યા છે

A) એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI), પ્રતિકર્મચારી 60,000 રૂપિયા સુધી

B) આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના EPF યોગદાનનું 100% સુધીનું વળતર

- રૂ.5 કરોડ સુધીની ટર્મ લોન પર 7%લેખે વ્યાજની ચૂકવણી માટે સહાય.

- તમામ પાત્ર IT/ITeSએકમોને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું વળતર.

- IT ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોત બનવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત AI સ્કૂલ/AI સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના.

- કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ રૂ. 50,000 સુધીની નાણાકીય સહાય.

- ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવા અને માહિતી ટેકનોલોજીની જાગૃતિ વધારવા માટે શાળાના બાળકો અને સામાન્ય જનતાને લક્ષ્ય બનાવી મોટાપાયે માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) કાર્યક્રમો કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ