રાજ્યમાં કોરોનાવાયરસના કેસ હળવા થતા રાજકીય (Politics) પારો ચઢવા લાગ્યો છે. બે દિવસ પહેલાં કાગવડના ખોડલધામે પાટીદાર મોભીઓ એકઠા થયા અને તેમણે વર્ષ 2022ની ચૂંટણીમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ એવો સૂર વ્યક્ત કર્યો. બીજી બાજુ નરેશ પટેલે કાગવડમાં આપના વખાણ કર્યા એના 48 કલાકમાં અરવિંદ કેજરીવાલનીગુજરાતની મુલાકાત યોજાઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી કેજરીવાલ સર્કિટ હાઉસ જવા રવાના થઈ ગયા છે. કેજરીવાલ આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.