દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) કેન્દ્ર સરકારને CBSE Board Exam 2021 રદ કરવાની અપીલ કરી છે. દેશભરના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવાની માગણી કરી છે. અનેક રાજ્ય સરકારોએ પણ પોતાના ત્યાં થનારી બોર્ડ પરીક્ષાઓની તારીખ બદલી નાખી છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસ જોતા વિદ્યાર્થીઓના હિતમાં અનેક નિર્ણય લેવાઈ રહ્યા છે.
સીબીએસઈ પરીક્ષાઓ રદ કરવાની અપીલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગત 24 કલાકમાં સાડા 13 હજાર કેસ સામે આવી ચૂક્યા છે. આ વખતની વેવ વધુ ખતરનાક છે અને તેનાથી યુવાઓ વધુ પ્રભાવિત થાય છે. આવામાં તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરતા કહ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 (CBSE Board Exam 2021) માં 6 લાખ વિદ્યાર્થીઓ બેસશે અને એ તમામ માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. આવામાં તેઓ ઈચ્છે છે કે પરીક્ષાઓ હાલ પુરતી કેન્સલ કરવામાં આવે.