દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે રામ મંદિર મુદ્દે કરાયેલ નિર્ણય અંગે નવા વર્ષે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, ન્યાયાધીશોએ સર્વસંમત્તિથી અયોધ્યા મામલે નિર્ણય લીધો હતો કે, નિર્ણય કોણે લખ્યો, તેનો ઉલ્લેખ કરવામાં નહીં આવે. સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં સીજેઆઈએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે લાંબા સંઘર્ષના ઈતિહાસ અને વિવિધ દ્રષ્ટિકોણને ધ્યાને રાખી અયોધ્યા કેસમાં એક સ્વરે ચુકાદો સંભળાવવાનો નિર્ણય લીધો હતો.’