આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ – નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ને દિલ્હીની રાઉઝ કોર્ટે ૨૬ ઓગસ્ટ સુધી સીબીઆઈને રિમાન્ડ પર સોંપવાનો નિર્ણય લીધો હતો. બુધવારે મોડી રાત્રે સીબીઆઈ અને ઈડીનાં અધિકારીઓ દ્વારા ચિદમ્બરમ્ની તેમનાં ઘરેથી લાંબા ડ્રામા પછી ધરપકડ કરાઈ હતી. તેમને રાત સીબીઆઈનાં હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા હતા. ગુરુવારે બપોરે તેમને રાઉઝ એવન્યુ ખાતે જજ અજય કુમાર કુહાડની સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરાયા હતા. ચિદમ્બરમ્ના વકીલોએ તેમના જામીન મંજૂર કરવા દલીલો કરી હતી જેને કોર્ટ દ્વારા ફગાવાઈ હતી. ગુરુવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ચિદમ્બરમ્ને કોર્ટમાં રજૂ કરાયા પછી સાંજે ૫ સુધી દલીલો ચાલી હતી. કોર્ટે થોડો સમય તેનો ચૂકાદો અનામત રાખ્યા પછી ૫ દિવસ માટે સીબીઆઈ રિમાન્ડ પર સોંપવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તથ્યો અને હકીકતોને ધ્યાનમાં લીધા પછી ચિદમ્બરમ્ને કસ્ટડીમાં મોકલવાનું ન્યાયોચિત છે.