Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈડી દ્વારા નોUધાયેલા આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી હાથ ધરતા પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ્ને ધરપકડ સામે વધુ એક દિવસની રાહત આપી હતી. વધુ સુનાવણી બુધવારે હાથ ધરાશે. જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ એ એસ બોપન્નાની બેન્ચે જણાવ્યું હતું કે, ઇડી દ્વારા કરાયેલી રિમાન્ડની માગ કરતી અરજીને પડકારતી ચિદમ્બરમ્ની બે પિટિશનોની સુનાવણી બુધવારે હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે સોમવારે પણ ઇડી દ્વારા દાખલ કરાયેલા કેસમાં ચિદમ્બરમ્ની ધરપકડના મામલે સુનાવણી હાથ ધરી મંગળવાર સુધી સંરક્ષણ આપ્યું હતું. પી ચિદમ્બરમ્ યુપીએના શાસનકાળમાં ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ નાણામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ૧૫ મે ૨૦૧૭ના રોજ સીબીઆઇએ આઇએનએક્સ મીડિયા ગ્રુપને ૨૦૦૭માં વિદેશમાંથી રૂપિયા ૩૦૫ કરોડનું ભંડોળ મેળવવા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવાના આરોપસર એફઆઇઆર નોંધી હતી. ત્યારબાદ ૨૦૧૭માં ઇડીએ ચિદમ્બરમ્ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ