INX મીડિયા કેસમાં પકડાયેલા પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી. ચિદમ્બરમે સોમવારે કહ્યું કે, તેમની સાથે જોડાયેલા મામલે કોઈ પણ અધિકારીની ધરપકડ ન થવી જોઈએ કારણકે કોઈએ કઈ પણ ખોટું નથી કર્યું. ચિદમ્બરમ તરફથી તેમના પરિવારજનોએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ નિવેદન પોસ્ટ કર્યું છે. ચિદમ્બરમે કહ્યું કે, લોકોએ મને પૂછ્યું છે કે, આ કેસમાં સંકળાયેલા ડઝન જેટલા અધિકારીઓની ધરપકડ નથી કરવામાં આવી તો તમારી ધરપકડ કેમ કરવામાં આવી છે.
તે સાથે તેમણે જવાબ આપ્યો છે કે, મારી પાસે કોઈ જવાબ નથી, કોઈ અધિકારીએ કઈ ખોટું નથી કર્યું. હું નથી ઈચ્છતો કે કોઈની ધરપકડ થાય. નોંધનીય છે કે, ચિદમ્બરમની સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરી છે. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તિહાડ જેલમાં બંધ છે.