અંધશ્રદ્ધા અને જડ માન્યતાઓને પગલે આજે પણ મહિલાઓ પરના અત્યાચાર સતત ચાલુ જ રહ્યાં છે. સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓનાં સૂત્ર સાથે મહિલાઓની સુરક્ષા અભિયાનને ઝટકો આપતી ઘટના છોટા ઉદેપુર જિલ્લાના બિલવાંત ગામે બની છે. આ ગામની યુવાનીના ઉંબરે પગ મુકી રહેલી 17 વર્ષીય કિશોરીને પ્રેમ કરવાની સજા બેરહેમીપૂર્વક કોરડા ફટકારી આપવામાં આવી છે. કિશોરીને તેના પિતાની હાજરીમાં ટોળું બેરહેમ બનીને લાકડીઓનાં ફટકા મારી રહ્યું હતું.
દર્દથી કણસતી સગીરાની ચીસો સાંભળીને પણ કોઈ તેણે બચાવવા આગળ આવ્યું ન હોતું. જો કે આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં છોટાઉદેપુર જિલ્લાની રંગપુર પોલીસ હરકતમાં આવી હતી.
છોટાઉદેપુર એસ.પી એમ.એસ.ભાભોરે આ અંગે જણાવ્યું હતું કે, વિડીયો અમારી પાસે આજે આવ્યો હતો. આ વિડીયોનાં આધારે તપાસ કરતા બિલવાંત ગામની આ ઘટના છે. મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર પાસેનું આ ગામ છે.
આ ગામમાં તપાસ કરતા કિશોરીને તેના પરિવારજનો મધ્યપ્રદેશ મુકી આવ્યાં હતાં. કિશોરી તેની બહેનના ઘરે મધ્યપ્રદેશમાં હતી ત્યાંથી લાવવામાં આવી છે. પ્રેમી સાથે કિશોરી ભાગી ગઈ હોવાથી પરત આવતા તેણે માર મારવામાં આવી હતી. આ ઘટના અંગે કાર્યવાહી ચાલી રહી જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. ઘટના બની ત્યારે ભોગ બનનારના પિતા પણ ત્યાં હાજર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યાં મુજબ છોટા ઉદેપુરનાં આદિવાસી વિસ્તારના ગામોમાં આજે પણ યુવક યુવતીના પ્રેમ સંબંધોનો સ્વીકાર કરવામાં આવતો નથી. જૂની માન્યતા અને અંધશ્રદ્ધાના જડ નિયમોને પગલે પ્રેમ કરનારને અહીંયા સજા આપવામા આવે છે.
ખાસ કરીને મહિલાઓને જાહેરમાં કોરડા ફટકારી અત્યાચાર કરવામાં આવે છે. રંગપુર પીએસઆઈ ડી.એમ.વસાવાએ જંણાવ્યું હતું કે, 17 વર્ષની કિશોરી પ્રેમી સાથે ભાગી હતી. તેણે સમાધાન કરવાનું કહી પરત લાવવામાં આવી હતી. બાદમાં કિશોરી પર આ અત્યાચાર થયો છે. ચાર થી પાંચ દિવસ પહેલા બનેલી આ ઘટના અંગે કિશોરીની ફરીયાદ નોધવાની કાર્યવાહી ચાલી રહી છે. કિશોરીનો પ્રેમી પણ હાલમાં ગામમાં હાજર નથી.