દિલ્હીના છાવલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ૨૦૧૨માં ફાંસીની સજા પામેલા ત્રણેય આરોપીઓની સજા બદલી નાખી અને તેની સાથે તેમને છોડી મૂકવાનો આદેશ આપ્યો. નીચલી કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. આ ત્રણેય આરોપીઓમાં રાહુલ, રવિ અને વિનોદનો સમાવેશ થાય છે. આ ચુકાદા પર દિલ્હી હાઇકોર્ટ તેનો મહોર લગાવી ચૂક્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલતા ત્રણેય આરોપીઓની ધરપકડનો આદેશ આપ્યો.