છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટમાં CRPF 85 બટાલિયનના બે જવાન ઘાયલ થયા છે, તેમને પ્રાથમિક સારવાર અર્થે રાયપુર ખસેડાયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સીઆરપીએફ 85મી બટાલિયનના જવાનો આજે સવારે પુસનારથી રવાના થયા હતા. જવાનો ગંગાલુર તરફ આગળ વધી રહ્યા હતા, તે દરમિયાન, સવારે 10.30 વાગ્યે, નક્સલવાદીઓએ તકમેટા ટેકરી નજીક IED બ્લાસ્ટ કર્યો.